Name of Complainant | |
Date of Complaint | January 23, 2021 |
Name(s) of companies complained against | Torrent power limited |
Category of complaint | Electricity |
Permanent link of complaint | Right click to copy link |
Share your complaint on social media for wider reach | |
વિષય: ટોરેન્ટ પાવર ના અધિકારી દ્વારા ફરજ પ્રત્યે ભેદભાવ રાખી ગ્રાહક તરીકે ધમકી તેમજ હેરાન કરવા બાબતે.
સાહેબ શ્રી આપને જણાવતા અત્યંત શરમ ની અનુભૂતિ થાય છે કે DISCOM કમ્પની ની ટોરેન્ટ કમ્પની માં એવા પણ અધિકારીઓ છે જે ટોટેન્ટ કમ્પની, GEDA ની અને સરકાર ની બનાવેલી પોલિસી ને ઘોળી ને પી જાય છે અને આપણે હાથ પર હાથ રાખી ને બેસી રહી જતા હોઈએ છીએ જે ખૂબ વાસ્તવિકતા ના આધારે અમો કહી શકીએ છીએ.
અમો પટેલ મૂકેશ ઉમેદભાઈ , ગાયત્રી એન્ટરપ્રાઇઝ ના નામે ટોરેન્ટ કમ્પની માં ગ્રાહક નં. 727735 થી વીજ જોડાણ ધરાવીએ છીએ જેનું સ્થળ :2/A, સુખરામ એસ્ટેટ, મરઘાં ફાર્મ ની પાસે, NH 8, સોની ની ચાલી, રખિયાલ, અમદાવાદ – 380023 છે. જેનું નિયમિત લાઈટબીલ પણ ભરીયે છીએ જે અમારી વર્ષો જૂની ફેકટરી છે જ્યાં અમારા જ એસ્ટેટ માં અન્ય કારખાના અને ફેકટરી વાળા ની જેમ કમર્શિયલ ઉપયોગ હેતુ સોલર રૂફટોપ લગાવી વ્યવસાય ને આગળ વધારવા ની ઇચ્છા રાખીએ છીએ.
એ બાબતે અમારા દ્વારા સોલર રૂફ્ટોપ માટે GEDA માં અરજી કરેલ હતી, જેના એપૃવલ બાદ તેને આધારે ટૉરેંટ પાવર ના અધિકારીઓ દ્વારા એસ્ટીમેટ આપવા હેતુ સ્થળ તપાશ અને મુલાકત માટે આવેલ હતા જેની અમારા દ્વારા માહિતી આપવા માં આવેલ હતી.
આ બધી પ્રોસેસ થઈ ગયા બાદ ટોરેન્ટ કંપની અમારી પાસે તે જગ્યા નો દસ્તાવેજ માંગી રહી છે અને તે હશે તોજ મીટર ની સુવિધા પૂરી પાડીશું તેવું જણાવે છે, જે એસ્ટેટ ઘણા વર્ષો જૂનું અને દસ્તાવેજ વગર ની (સ્ટેમ્પ પેપર પર નોધણી) ની છે અને આજુ બાજુ માં લગાવેલ તમામ સોલર ઉપભોક્તાઓ પણ પાસે પણ એજ પુરાવાઓ છે જેના આધારે તેમના ત્યાં સોલાર મિટર પણ ચાલુ છે. હવે કમ્પની દ્વારા અમારી પાસે જ દસ્તાવેજ માંગી અમારા સોલર પ્રોજેકટ ની રુચિ માં રોડા નાખી અડચણ ઉભી કરવાનો પ્રયત્ન કરવામાં આવી રહ્યો છે.
આ ઉપરોક્ત બાબત ની ટોરેન્ટ ના અધિકારી પાસે લેખિત માંગણી કરતા આપતા નથી તેમજ વારંવાર ધક્કા ખવડાવી રહ્યા છે. તેમજ અમારા દ્વારા ગ્રાહક સુરક્ષા માં અરજી કરવા ની વાત કરતા ટોરેન્ટ ના કર્મચારી નિખિલ શાહ દ્વારા અમારા પર ધમકી ભરેલા ફોન આવવા ના શરૂ થઈ ગયેલ છે તેઓ અમારા વીજ પુરવઠો કાપી નાખશે અને અમોને સોલર ઈન્સ્ટોલ કરી આપનાર કમ્પની ને બ્લેકલીસ્ટ કરી નાખશે તેવા શબ્દો થી અમને ડરાવવા ની કોશિશ કરી રહ્યા છે જે કેટલી હદે ઉચિત છે? શું અમે એવું સમજી શકીએ કે અધિકારી અમારી પાસે લાંચ માંગતા હોય પણ કહી ન શકતા હોય જેના લીધે અમોને હેરાન કરી રહ્યા છે.
અમારી આપને વિન્નતી છે કે તમામ જણાવેલ ઘટના ની હકીકત લક્ષી છે જેની નોંધ લઈ અધિકારી પર તાત્કાલિક તપાસ બેસાડી આવા ભ્રષ્ટ અને ફરજ પ્રત્યે ગેરવર્તુણ દાખવતા અધિકારી ને સસ્પેન્ડ કરવામાં આવે અને અમને અમારા અધિકાર ના સોલાર મિટર તાત્કાલિક પહોંચાડવા માં આવે.
આપનો વિશ્વાસુ
મુકેશ પટેલ
ટૉરેંટ પાવર ગ્રાહક (નમ્બર 727735)
GEDA એપ્લીકેશન નમ્બર :-
GUJ/RT/IND/10060034
Image Uploaded by MUKESH PATEL: