Name of Complainant | |
Date of Complaint | March 30, 2021 |
Name(s) of companies complained against | Flipkart |
Category of complaint | Cyber Crime |
Permanent link of complaint | Right click to copy link |
Share your complaint on social media for wider reach | |
વિષય: ઓનલાઇન નાણાકીય છેતરપિંડી નો ફ્રોડ બનાવ બનવા બાબત.
આથી સવિનય સાથે જણાવવાનું કે હું નાંદોલીયા હસનઅલી મહેબૂબઅલી,જાફરીપુરા ગામનો રહેવાસી છું. મારી સાથે શ્રી સાહેબ ઓનલાઇન નાણાકીય છેતરપિંડી નો ફ્રોડ બનાવ બન્યો છે. જેની વિગત નીચે મુજબ છે.
સૌથી પહેલા મે તારીખ: ૨૪-૦૬-૨૦૧૯,સોમવાર ના રોજ એક(SAMSUNG GALAXY A10,BLACK 32GB) નામના ફોન નો FLIPKART પરથી ઓર્ડર કર્યો હતો અને આ ફોન ની ડિલિવરી મને તારીખ: ૨૮-૦૬-૨૦૧૯,શુક્રવાર ના રોજ મળી હતી. તેમાં મને તારીખ: ૨૭-૦૬-૨૦૧૯ ના રોજ 8016174774 આ નંબર થી મેસેજ આવ્યો હતો કે FLIPKART કંપની ના લકી ડ્રો માં તમે વિજેતા બન્યા છો અને તમારું નામ આ લકી ડ્રો માં આવ્યું છે. જેમાં ઇનામ ના બે ઓપ્શન છે (૧) ટાટા સફારી કાર અને (૨) ૧૨,૬૦,૦૦૦/-. આમાંથી તમારે જે ઇનામ લેવી હોઈ તે તમારે સિલેક્ટ કરવાની રહેશે. ત્યાર પછી આ જ નંબર થી મને ફોન આવ્યો અને મને કહ્યું કે હું FLIPKART કંપની માંથી બોલુ છું શું તમે FLIPKART કંપની માં આ મોબાઈલ ફોન (SAMSUNG GALAXY A10,BLACK 32GB) નો ઓર્ડર આપેલો છે ? એટલે મે તેને કહ્યું કે હા આપેલો છે. તો તેને મને ઉપરના મેસેજ મુજબ બધી માહીતી આપી. હું તેને નામ પછુયુ તો મને નીતીનકુમાર સિંઘ બતાવ્યું. ત્યાર પછી તેને એવું પૂછ્યું કે આ બે માંથી તમે કઈ પ ઇનામ લેવા માંગો છો તો મે કહ્યું રોકડ ૧૨,૬૦,૦૦૦/- વાલી ઇનામ મારે લેવાની છે તો તેને કહ્યું કે તેના માટે સૌપ્રથમ તમારે રજીસ્ટ્રેશન ફીસ તરીકે ૧૨,૬૦,૦૦૦/- ના ૧% લેખે ૧૨,૬૦૦/- જમા કરાવવાના રહેશે. તો મે કહ્યું કઈ વાંધો નહીં તમે પહેલા મને વેરીફાઈ માટે તમારું કંપની નું આઈ.ડી કાર્ડ,તમારું આધાર કાર્ડ મોકલો. તો તેને તેનું કંપની નું આઈ.ડી કાર્ડ,આધાર કાર્ડ,પાનકાર્ડ વોટ્સપ દ્વારા આ નંબર થી 8677995235 મોકલ્યું. અને સાથે સાથે કંપની નો આ એકાઉન્ટ નંબર આપ્યો. (NAME:FLIPKART PVT.LTD, A/C NUMBER: 33602369866,IFSC CODE:SBIN0006930,STATE BANK OF INDIA). પછી તેને કંપની નો ટોલ ફ્રી નંબર: 18001208042,18002127466 અને કંપની ની લકી ડ્રો ની વેબસાઈટ આપી (http://luckydrawflipkartonlineshop.com). તેને કહ્યું કે તમે આ ટોલ ફ્રી નંબર પર ફોન કરીને તમારા લકી ડ્રો વિશે પૂછીને માહીતી મેળવી શકો છો અને આ વેબસાઈટ માં જે જે લોકો વિજેતા બન્યા છે તે લોકો નું નામ અને લીસ્ટ જોઈ શકો છો. તો હું ટોલ ફ્રી નંબર પર ફોન કરીને પૂછ્યું તો કહ્યું કે હા આ વાત સાચી છે અને વાત્સવ માં તમે લકી ડ્રો માં વિજેતા બન્યા છો આ માહીતી સાચી છે અગર તમને કોઈ શંકા હોઈ તો કંપની માંથી તમને એક વેબસાઈટ આપી હશે તેમાં પણ જે જે લોકો વિજેતા બન્યા છે તે લોકો નું નામ અને લીસ્ટ જોઈ શકો છો. પછી મે તેને રજીસ્ટ્રેશન ફીસ માટે પૂછ્યું તો તેને મને ૮૫૦૦/- કહી પછી હું વેબસાઈટ જોઈ તો તેમાં તેના જણાવ્યા મુજબ બધી માહિતી હતી. ત્યાર પછી હું નીતીનકુમાર સિંઘ ને ફોન કર્યો અને બધી વાત કરી અને ઇનામ લેવા માટે જે રજીસ્ટ્રેશન ફીસ આપવાની હતી તેની વાત કરી તો તે ૮૫૦૦/- માં સમંત થઇ ગયો. ત્યાર પછી હું વિશ્વાસ કરીને ઉપર આપેલ એકાઉન્ટ નંબર માં ૮૫૦૦/- બેંક ઓફ બરોડાના મોબાઈલ બેન્કીંગ થી ટ્રાન્સફર કર્યાં. આ વ્યવહાર હું લક્ષમણજી ડી. ચૌહાણ ના બેંક ઓફ બરોડાના ખાતામાંથી કર્યો હતો. આ પૈસા ટ્રાન્સફર કર્યાના થોડાક સમય પછી મારા પાર આ નંબર 09163984395 થી ફોન આવ્યો અને મને તેને કહ્યું કે હું રવિચન્દ્ર ગોશ એસ.બી.આઈ બેંક દિલ્હી થી વાત કરુ છું. તમે લક્ષમણજી ડી. ચૌહાણ વાત કરો છો તો મેં કહ્યું હા. તો તેને મને એવું કહ્યું કે તમે લકી ડ્રો ના વિજેતા છો અને તમે ઇનામ માં ૧૨,૬૦,૦૦૦ રોકડ લેવાનું પસંદ કરેલ છે અને તમારું રજીસ્ટ્રેશન થઇ ગયું છે તો તમારે ઇન્ટર સીટી ચેક ટ્રાન્સફર ચાર્જ ૨% જમા કરાવવો પડશે અને આ ચાર્જ જમા કરાવશો તો તરતજ ૧૨,૬૦,૦૦૦ તમારા ખાતા માં આવી જશે. અને આવો સેમ માહીતી વાલો એક મેસેજ (BZ-SBIINB) નામથી આવ્યો હતો. ત્યાર પછી મેં રવિચન્દ્ર ગોશ એસ.બી.આઈ બેંક વાલાને કહ્યું મને પહેલા આવી કોઈ માહીતી આપવામાં આવેલ નથી કે તમારે તમારું ઇનામ લેવા માટે આવો કોઈ ચાર્જ આપવો પડશે મને તો બસ એટલું જ કીધેલું કે તમારે માત્ર રજીસ્ટ્રેશન ફીસ ૮૫૦૦/- આપવાની રહેશે અને તમારું ઇનામ તમને મળી જશે તો પછી આ ચાર્જ આપવાનો આવ્યો કેવી રીતે? તો તેને મને કહ્યું કે બેંક નો નિયમ પ્રમાણે તમારે આ ચાર્જ આપવો જ પડશે તોજ તમારું ઇનામ તમને મળશે તેના વગર તમને ઇનામ નહીં મલે તો હું પેલા કંપની વાલા નીતીનકુમાર સીંગ ને લાઈન પર લઈને વાત કરી અને મેં બધી વાત કરી અને ખાશી રકજક કરી,મેં તેને કહ્યું મારે જે ૧૨,૬૦,૦૦૦ લેવાના છે તેમાંથી જે ચાર્જ થતો હોઈ કાપીને મને મારુ ઇનામ આપો તો પણ તે સમંત થયો નહીં અને પછી મેં વિચારીને બેન્કવાળાને પાછો ફોન કર્યો અને ઘણું સમજાવાની કોશિશ કરી પણ તે સમજ્યો નહીં અને તેને કહ્યું કે આમાં હું કોઈના કરી શકું,મારે તો બેંક ના નિયમો પ્રમાણે ચાલવું પડે અને આ ચાર્જ જમા કરાવશો ત્યારેજ કંપની દ્વારા તમારા નામનું એક વિજેતા સર્ટિફિકેટ બનાવવામાં આવશે અને તે સર્ટિફિકેટ કંપની દ્વારા અમારી બેંક માં જમા કરવામાં આવશે ત્યારે તમારા નામ નો ચેક બેંક દ્વારા બનાવવા માં આવશે. પછી હું વિચાર કરીને મેં તેને કહ્યું હું ચાર્જ આપવા તૈયાર છું તો તેને મને આ ખાતા નંબર આપ્યો (NAME:NOOR HASAN, A/C NUMBER:32650081460,IFSC-CODE:SBIN0010429,STATE BANK OF INDIA.). પણ તે દીવસે હું ચાર્જ પેમેન્ટ જમા કરાવ્યું નહીં તો બીજા દીવસે તારીખ: ૨૮-૦૬-૨૦૧૯ ના રોજ રવિચન્દ્ર ગોશ એસ.બી.આઈ બેંક વાલાનો મારા પર ફોન આવ્યો અને તેને કહ્યું કે તમે હજુ સુધી ઇન્ટર સીટી ચેક ટ્રાન્સફર ચાર્જ જમા કરાવ્યો નથી તો કયારે કરાવવા ના છો ? તો અને તમારો ૧૨,૬૦,૦૦૦ નો ચેક બની ગયો છે તો તમે ઇન્ટર સીટી ચેક ટ્રાન્સફર ચાર્જ જમા કરાવીદો હું તમને તમારું ચેક પેમેન્ટ કરી દવ છું . તો મેં તેને પૂછ્યું કે કોના નામ નો ચેક બનાવ્યો છે અને ચેક નંબર કયો છે ?
તો તેને કહ્યું કે લક્ષમણજી ડી. ચૌહાણ નામ નો ચેક બનાવ્યો છે અને આ નંબર નો ચેક છે (528987 444002806 000273 29). ત્યાર પછી હું વિશ્વાસ કરીને તેને ચાર્જ આપવાનું નક્કી કર્યું. જેમાં હું તારીખ: ૨૮-૦૬-૨૦૧૯ ના રોજ ૧૨,૬૦,૦૦૦ ના ૨% લેખે ૨૫,૨૦૦/- મને આપેલ ખાતા માં બેંક ઓફ બરોડાના મોબાઈલ બેન્કીંગ થી ટ્રાન્સફર કર્યાં. આ વ્યવહાર પણ હું લક્ષમણજી ડી. ચૌહાણ ના બેંક ઓફ બરોડાના ખાતામાંથી કર્યો હતો. પછી આની માહીતી મેં તેને વોટ્સપ કરી અને તેની પાસે સાબીતી રાખવા માટે મેં રીસિપ્ટ માંગી અને તેને ઈ-મેલ કરવાનું કહ્યું તો તેને મને કહ્યું કે તમારું ચાર્જ પેમેન્ટ ૨૫,૨૦૦/- બેંક માં જમા મળી ગયા છે. થોડા સમય પછી મેં તેને ફોન કર્યો અને પૂછ્યું કે મારા ખાતામાં પેમેન્ટ હજુ સુધી જમા થયું નથી તો ક્યારે જમા થશે? તો તેને જવાબ આપ્યો કે થોડો સમય રાહ જુઓ તમને તમારું પેમેન્ટ મળી જશે. ઘણો સમય રાહ જોયા પછી પણ મને કોઈ પેમેન્ટ મળ્યું નહીં પણ આ નામથી (BZ-SBIINB) એક મેસેજ આવ્યો કે તમારી ઇન્ટર સીટી ચેક ટ્રાન્સફર પ્રક્રીયા પુરી થઈ ગઈ છે અને હવે તમારે જી.એસ.ટી ટેક્ષ ૪% જમા કરાવવો પડશે. ત્યાર પછી તરતજ મેં પેલા બેંક વાળા રવિચન્દ્ર ગોશ ને ફોન કર્યો અને પૂછ્યું કે મને મારુ પેમેન્ટ હજુ સુધી મળ્યું નથી તો ક્યારે મળશે ? તો તેને મને આગળ આવેલ મેસેજ મુજબ સેમ માહીતી આપી અને કેહવા લાગ્યો કે હવે તમારે તમારું ૧૨,૬૦,૦૦૦ નું ઇનામ લેવા માટે જી.એસ.ટી ટેક્ષ ૪% જમા કરાવવો પડશે. અને જ્યા સુધી તમે જી.એસ.ટી ટેક્ષ જમા નહીં કરાવવો ત્યાર સુધી તમને તમારું ઇનામ મળશે નહીં અને આ હવે છેલ્લો ચાર્જ છે આના પછી તમારે કોઈ ચાર્જ ભરવાનો નથી. તો મેં તેને કહ્યું કે તમે તો મને પહેલા આવું કઈ કહ્યું નોહતુ કે આના પછી તમારે જી.એસ.ટી ટેક્ષ ભરવાનો આવશે. તમે માત્ર એટલુંજ કીધેલું કે તમારે ઇન્ટર સીટી ચેક ટ્રાન્સફર ચાર્જ જમા કરાવશો ત્યાર પછી તરતજ તમને તમારું ઇનામ મળી જશે તો હવે આ જી.એસ.ટી ટેક્ષ ભરવાનો ક્યાંથી આવ્યો ? તો તેને મને એજ કહ્યું કે તમારે તમારું ઇનામ લેવું હોય તો જી.એસ.ટી ટેક્ષ ભરવો પડશે. તેના વગર તમને તમારું ઇનામ મળશે નહીં. ત્યાર પછી હું પેલા કંપની વાલા નીતીનકુમાર સીંગ સાથે પેલા બેંક વાલાના કહ્યા પ્રમાણે બધી વાત કરી તો તેને કહ્યું કે હું બેંક વાળા સાથે વાત કરીને પછી તમને જણાવું. પણ તેનો પાછો કોઈ ફોન આવ્યો નહીં અને મેં તેને ફોન કર્યો તો તેને મને કહ્યું કે મેં રવિચન્દ્ર ગોશ સાથે વાત કરી લીધી છે તેમનું કહેવું એવું છે કે મારે તો બેંક ના નિયમો પ્રમાણે ચાલવું પડે અને તેમની વાત પણ સાચી છે. તેઓ પણ શુ કરે? તેમને તો બેંક ના જે નિયમો હોય તે પ્રમાણે તેમને પણ ચાલવું પડે. આમાં હું કે બેન્કવાળા ભાઈ કોઈના કરી શકીએ. અને તમારે આ ટેક્ષ ભરવો જ પડશે. ત્યાર પછી હું પેલા રવિચન્દ્ર ગોશ ને ફોન કર્યો અને બધી વાત કરી અને ખાશી રકજક કરી,તેને વિંનતી પણ કરી કે મારી પાસે પૈસા નથી હું ક્યાંથી ટેક્ષ ભરું .તો પણ તે સમંત થયો નહીં અને તેને ઘણું સમજાવાની કોશિશ કરી પણ તે સમજ્યો નહીં અને તેને કહ્યું કે આમાં હું કોઈના કરી શકું, મારે તો બેંક ના નિયમો પ્રમાણે ચાલવું પડે અને આ ટેક્ષ જમા કરાવશો ત્યારેજ તમને તમારું ઇનામ મળશે. અને તેને મને કહ્યું કે અગર તમને મારા પર વિશ્વાસ ના થતો હોય તો હું તમને તમારા નામ નો ચેક ઓનલાઇન બતાવી શકું છું જો તમે જોવા માંગતો હો તો. તેમાં તમે તમારું નામ અને મેં આપેલ ચેક નંબર જોઈને તપાસી શકો છો. ત્યાર પછી તેને મને ઓનલાઇન પર ચેક બતાવ્યો જેમાં લક્ષમણજી ડી. ચૌહાણ નામ લખેલું હતું અને મને જે ચેક નંબર આપ્યો હતો તેજ લખેલો હતો અને આ ચેક ની પાછળ મને કમ્પ્યુટર માં જે ખાતામાં(નૂર હસન નામનું) હું ૨૫,૨૦૦ જમા કરાવ્યા હતા. તેનું એસ.બી.આઈ બેંક નું ઈન્ટરનેટ બેન્કીંગ નું પેજ ખોલેલું જોવા મળ્યું હતું. આમાં મારી ભૂલ એ કે હું આ વીડિયો રેકોર્ડિંગ કરવાનું ભુલી ગયો.
ત્યાર પછી હું પૈસા નું સેટિંગ કરીને,તેના પર આંધળો વિશ્વાસ કરીને,લાલચ માં આવીને,ઊંઝા ખાતે આવેલ એસ.બી.આઈ બેંક ના એ.ટી.એમ માં જઈને મને આગળ મુજબ નૂર હસન નામનું જે ખાતા નંબર આપ્યો હતો તેમાં હું ૧૨,૬૦,૦૦૦ ના ૪% લેખે ૫૦,૪૦૦ જે હું ૨૫,૨૦૦ + ૨૫,૨૦૦ એમ બે વખત કેશ ડિપોઝિટ કર્યા હતા. પછી હું આ બે વ્યવહાર ૨૫,૨૦૦ અને ૨૫,૨૦૦ ની સ્લીપ મેં તેને વોટ્સપ કરી. ત્યાર પછી મેં તેને ફોન કર્યો અને કહ્યું કે મેં જી.એસ.ટી ટેક્ષ નું પેમેન્ટ કરી દીધું છે. તો તેને કહ્યું કે હું ચેક કરીને તમને કહું. પણ તેનો કોઈ ફોન આવ્યો નહીં તો હું તેને ફરીથી ફોન કર્યો પણ તેને ઉપાડ્યો નહીં.પછી તારીખ :૨૯-૦૬-૨૦૧૯ ના રોજ તેનો સામેથી ફોન આવ્યો અને મને કહ્યું કે તમારું જી.એસ.ટી ટેક્ષ નું પેમેન્ટ અમને બેંક માં મળી ગયું છે. તો મેં કહ્યું કે હવે જેટલું બને તેટલું જલ્દી થી મને મારુ ઇનામ નું પેમેન્ટ ૧૨,૬૦,૦૦૦ આપીદો. તો તેને કહ્યું થોડો સમય રાહ જુવો હું બેંક માં જઈને તમારું પેમેન્ટ તાત્કાલીક કરાવવું છું તો મેં કહ્યું કઈ વાંધો નહીં જે પણ હોય તે મને જલ્દી થી જણાવો. ત્યાર પછી ઘણો સમય થવાથી હું તેને એક થી બે વાર ફોન કર્યો પણ તેને મારો ફોન ઉપાડ્યો નહીં તો તેનો કોન્ટેક્ટ કરવા માટે મેં તેને અનેકવાર ફોન પણ કર્યા પરંતુ તે મારો કોઈ ફોન ઉપાડ્યો નહીં અને મારો ફોન ઉપાડવાનું ટાળ્યું. આખરે તે દીવસે મને મારું કોઈ પેમેન્ટ મળ્યું નહીં. પછી તા.૨૯-૦૬-૨૦૧૯ ના રોજ ના પણ મેં તેને ફોન કર્યો પણ તેને મારો ફોન ઉપાડ્યો નહીં . થોડા સમય પછી તેનો સામેથી મારા પર ફોન આવ્યો તો મેં તેની સાથે બધી વાત કરી અને કહ્યું કે મને મારુ પેમેન્ટ હજુ સુધી મળ્યું નથી તો ક્યારે મળશે ? તો તેને મને એવું કહ્યું કે હું રસ્તામાં છું બેંક માં પહુચીને હું તમને ફોન કરું છું.તો મેં કહ્યું કઈ વાંધો નહીં જે પણ હોય તે મને જલ્દી થી જણાવો. પછી સાંજે તેનો ફોન આવ્યો અને મને કેહવા લાગ્યો કે હું તમારા ઇનામ ના પેમેન્ટ ની પ્રક્રીયા કરું છું પણ તેમાં બેંક બ્રાન્ચ નું કહેવું છે કે તેના માટે તમારે ૯.૬% NEFT/RTGS ચાર્જ ભરવો પડશે. ત્યાર પછી મેં તેની સાથે આ ચાર્જ ના વિશે વાત કરી અને મેં તેને કહ્યું કે આ બધું શુ છે? તમે એક પછી એક ચાર્જ નવા નવા ચાર્જ લાવો છો. પહેલા કહો છો કે આ તમારો છેલ્લો ચાર્જ છે હવે તમારે કોઈ ચાર્જ ભરવાનો નથી અને તે ભર્યા પછી બીજો કોઈ નવો ચાર્જ લાવો છો તો આવા બધા ચાર્જ આવે છે ક્યાંથી? અને અગર જો ચાર્જ ભરવાનો આવે તો આટલો બધો થોડી હોઈ શકે? આ ચાર્જ ૧.૫% કે ૨% હોઈ શકે? તો મને તે કહેવા લાગ્યો કે તમારા પેમેન્ટ ની રકમ મોટી હોવાથી આ ચાર્જ વધારે છે. તો મેં તેને કહ્યું હું હવે કોઈ ચાર્જ આપવાનો નથી તમે મને મારુ પેમેન્ટ આપીદો મહેરબાની કરીને. તો તેને મને એજ કહ્યું કે તમારે તમારું ઇનામ લેવું હોય તો આ ચાર્જ તમારે ભરવો જ પડશે. તેના વગર તમને તમારું ઇનામ મળશે નહીં. તો મેં તેને કહ્યું હું તને વિચારીને કહું. પછી મેં ઈન્ટરનેટ પર એસ.બી.આઈ ના આ ચાર્જ વિશેની બધી માહિતી સર્ચ કરી અને તે માહિતી હું તેને વોટ્સપ કરી. છતાં પણ તે માન્યો નહીં . ત્યાર પછી મને શંકા થતા મેં આ વિષય વિશે અને તેને મને જે જે માહિતી આપી હતી તેના વિશે ઈન્ટરનેટ દ્વારા ગુગલ પર અને યુ-ટયુબ જેવા માધ્યમ થી રી-સર્ચ કર્યું તો મને ચોક્કસ પણે ખાતરી થઇ ગઈ કે મારી સાથે છેતરપિંડી નો ફ્રોડ બનાવ બન્યો છે. અને તેને મારી સાથે ચીટિંગ કરીને મારી પાસેથી પૈસા પડાવ્યા છે. અને હું છેતરાઈ ગયો છું. પછી તે દીવસે મારી તેની સાથે કોઈ વાત થઇ નહીં. પછી તા.૩૦-૦૬-૨૦૧૯ રોજ મેં તેને અગાઉ વોટ્સપ પર કરેલ મેસેજ કે (જેટલું બને તેટલું જલ્દી થી મને મારુ ઇનામ નું પેમેન્ટ ૧૨,૬૦,૦૦૦ આપીદો) નો જવાબ આપતા હા શક્ય છે થઇ જશે. તેવો મેસેજ મને કર્યો. તો હું તને ફોન કર્યો અને કહ્યું કે મને મારુ પેમેન્ટ ક્યારે મળશે? તો તેને કહ્યું કે આ ચાર્જ ભરીદો તો તમને તમારું પેમેન્ટ મળી જશે. તો મેં તેને કહ્યું મારી પાસે કોઈ પૈસા નથી અને હવે હું કોઈ ચાર્જ આપવાનો નથી તમે મને મારુ પેમેન્ટ આપીદો મહેરબાની કરીને. આટલી વાત કરતા કરતા તેને મારો ફોન કાપી નાખ્યો અને પુરી વાત કરી નહીં. ત્યાર પછી હું હું તેને એક થી બે વાર ફોન કર્યો પણ તેને મારો ફોન ઉપાડ્યો નહીં તો તેનો કોન્ટેક્ટ કરવા માટે મેં તેને અનેકવાર ફોન પણ કર્યા પરંતુ તે મારો કોઈ ફોન ઉપાડ્યો નહીં અને મારો ફોન ઉપાડવાનું ટાળ્યું. પછી તા. ૦૧-૦૭-૨૦૧૯ ના રોજ હું તેને કેટલાક ફોન કર્યા પણ તેમાં પણ તે ફોન ઉપાડવાનું ટાળતો હતો. છતાં પણ હું તેનો કોન્ટેક્ટ કરવાનું ચાલુજ રાખ્યું. ત્યાર પછી માંડ તેને મારો એક ફોન ઉપાડ્યો તો મેં તેને મારા પેમેન્ટ માટે વિંનતી કરી છતાં પણ તે માન્યો નહીં અને તેને મને એજ કહ્યું કે તમારે તમારું ઇનામ લેવું હોય તો આ ચાર્જ તમારે ભરવો જ પડશે. ત્યાર પછી તેને સમજાવવા માટે ફોન કરવાના ઘણા પ્રયાસ કર્યા પણ તેને મારો એક પણ ફોન ઉપાડ્યો નહીં . તો મેં તેના વોટ્સપ પર એક મેસેજ છોડ્યો કે મારો ફોન ઉપાડો અને મને જવાબ આપો. તો તેને તા.૦૨-૦૭-૨૦૧૯ ના રોજ વોટ્સપ પર હું તેને કરેલ મેસેજ નો જવાબ આપતા તેને કહ્યું કે તમે થોડો સમય રાહ જુવો. ત્યાર પછી હું તેને ફોન કર્યો તો તેને મને કહ્યું કે તમારા નામનું સર્ટિફિકેટ પણ બની ગયું છે તો આ ચાર્જ ભરીને તમે તમારું પેમેન્ટ લઈલો. તો મેં તેને કહ્યું કે તું મને એક વાર મારુ સર્ટિફિકેટ બતાવ. તો તેને કહ્યું કે હા હું તમને તમારું સર્ટિફિકેટ ઓનલાઇન બતાવી શકું છું. ત્યારે હું વિચાર્યું કે આનું હું વિડિયો રેકોર્ડીંગ કરી નાખું. ત્યાર પછી તા.૦૪-૦૭-૨૦૧૯ ના રોજ ઓનલાઇન સર્ટિફિકેટ બતાવ્યું જેનું મેં રેકોર્ડીંગ કરેલ છે. ત્યાર પછી હું તેને કહ્યું કે મારુ સર્ટિફિકેટ પણ બની ગયું છે હવે તો મને મારુ પેમેન્ટ આપવામાં શુ વાંધો છે? છતાં પણ તે માન્યો નહીં. પછી હું ચિંતા માં આવી ને વિચારવા લાગ્યો કે હવે હું શુ કરું? પછી મારી પાસે મદદ માટે કોઈ રસ્તો ના હોવાથી મેં પોલીસ સ્ટેશન માં આની ફરીયાદ નોંધાવવાનું વિચાર્યું. પછી મેં મારી સાથે જે છેતરપીંડી થઇ છે તેના બધા પુરાવા એકઠા કરવાનું નક્કી કર્યું. ત્યાર પછી મેં તેનો કોન્ટેક્ટ કરવાનું ચાલુ રાખ્યું પણ તેમાં તે અમુક ફોન ઉપાડતો અને અમુક ફોન ટાળતો અને પુરી વાત કરતો નોહ્તો. અને જયારે તે મારો ફોન ઉપાડતો ત્યારે હું તેને મારા પેમેન્ટ માટે વિંનતી કરતો પણ તે માનતો નહીં. ત્યાર પછી પુરાવા માટે તેને મને અગાઉ લક્ષમણજી ડી. ચૌહાણ નામનો બતાવેલ ચેક જોવા માટે અને તેનું વીડિયો રેકોર્ડીંગ કરવા માટે મેં તેને એક લાલચ આપી અને તેને કહ્યું કે હું આ ચાર્જ ૯.૬% આપવા તમને તૈયાર છું પણ તમે પહેલા મને મારો ૧૨,૬૦,૦૦૦ નો ચેક બરોબર સાફ બતાવો. તો તેને મને તા.૦૯-૦૭-૨૦૧૯ ના રોજ ચેક નો એક ફોટો મોકલ્યો જેમાં માત્ર ચેક નો નંબર અને સિગ્નેચર હતી. તો મેં તેને પૂરો ચેક બતાવવાનું કહ્યું. પણ તેને પૂરો ચેક બતાવવાનું મને ના કહી દીધું. મેં ઘણી વાર તેને વિનંતી કરી પણ તે ના એટલે ના જ કહેતો રહ્યો. પછી આ ચાર્જ લેવા દરરોજ તેનો ફોન આવતો પણ હું તેને કહેતો કે પહેલા મને મારો ચેક બતાવો દો હું તમને આ ચાર્જ આપી દઈશ. પણ તે ચેક બતાવવાનું ના જ કહેતો. છેવટે તે મને ચેક બતાવવા તૈયાર થયો અને તા.22-૦૭-૨૦૧૯ ના રોજ મને ઓનલાઇન ચેક બતાવ્યો જેનું મેં રેકોર્ડીંગ કરેલ છે. ત્યાર પછી તેનો ફોન આવ્યો અને પૂછવા લાગ્યો કે તમે હવે ચાર્જ નું પેમેન્ટ કયારે કરશો? તો મેં તેને કહ્યું કયા ખાતામાં ચાર્જ નું પેમેન્ટ કરવાનું છે તો તેને કહું કે અગાઉ આપેલ નૂર હસન નામના ખાતામાં કરીદો. તો મેં કહું કઈ વાંધો નહીં થઇ જશે. પછી તા.23-૦૭-૨૦૧૯ ના રોજ મને વોટ્સપ પર એવો મેસેજ કર્યો કે તમે હાલમાં પેમેન્ટ ના કરતા હું તમને બીજો ખાતા નંબર આપુછું તેમાં કરજો. પછી તેને મને પ્રફુલ રાવજીભાઈ નાકુમ નામ નું એક ખાતા નંબર આપ્યો. અને તેમાં ૧૨,૬૦,૦૦૦ ના ૯.૬% લેખે ૧,૨૦,૯૬૦ રુપિયા આજની તારીખમાં જમા કરાવવાનું કહ્યું. તો મેં તેને કહ્યું વાંધો નહીં થઇ જશે. પણ મેં કોઈ પેમેન્ટ કર્યું નહીં. તો તે આ ચાર્જ લેવાની લાલચ માં મને દરરોજ વારંવાર ફોન કરતો અને હું તેને પેમેન્ટ કરવાના આજે કરું,કાલે કરું એવા બહાના બતાવતો અને તેની સાથે વાત કરવાની ચાલુ રાખી. જેથી કરીને તે તેનો ફોન બંધ ના કરી નાખે અને હજુ સુધી મને મારા કોઈ પૈસા મળ્યા નથી.
આથી મારી શ્રીમાન,પ્રતિ શ્રી સાહેબ,ને નમ્ર વિનંતી છે કે મારી સાથે બનેલા આ છેતરપિંડીના બનાવના અનુસંધાનમાં કડક પગલાં લઇ તેની કાયદાકીય કાર્યવાહી કરશો. અને આ બનાવમાં મારા ગયેલા પૈસા (૮૪,૧૦૦) મને પાછા અપાવવામાં મારી મદદ કરીને સાથ સહકાર આપશો એવી હું તમારાથી આછા રાખું છું.
નોંધ: અહીંયા આ અરજી સાથે વિવિધ પ્રકારના બીડાણ જેવા કે બેંક ખાતાની માહીતી,ચેક, સર્ટીફીકેટ,નામ અને નંબર,બેંક નું સ્ટેટમેન્ટ,પૈસા આપેલ તેના પુરાવા વગેરે જોડેલ છે. અને સાથે સાથે ઓનલાઇન રેકોર્ડીંગ કરેલ વીડિયો પણ આપેલ છે.
આપનો વિશ્વાસુ, હસનઅલી નાંદોલીયા.
નામ: નાંદોલીયા હસનઅલી મહેબૂબઅલી નાંદોલીયા એડ્રેસ: ગામ: જાફરીપુરા,તા.સિદ્ધપુર, જીલ્લો:પાટણ મો.: 8690049329
* મારી સાથે થયેલ ઓનલાઇન નાણાકીય છેતરપિંડી નો ફ્રોડ બનાવમાં સામેલ વયક્તિઓના નામ અને મોબાઈલ નંબર.
(1)NITIN KUMAR SINGH: 8016174774, 8405021867, 8677995235, 8016176065, 8583047750. (TOLL-FREE NO.18001208042, 18002127466)
(2)RAVICHANDRA GOSH: 09163984395
* જે જે બેંક ખાતામાં મેં પૈસા નાખેલ તેની વિગતવાર માહીતી.
(1) NAME: FLIPKART PVT.LTD, A/C NUMBER: 33602369866, IFSC CODE: SBIN0006930, STATE BANK OF INDIA.
નોંધ: આ ખાતા માં મેં તા.૨૭-૦૬-૨૦૧૯ ના રોજ ૮૫૦૦/- બેંક ઓફ બરોડાના મોબાઈલ બેન્કીંગ થી ટ્રાન્સફર કર્યાં હતા. અને આ ખાતું FLIPKART COMPANY નું નથી પણ આ નામ નું MR.SABYASACHILAYE છે. જે TRANSACTION HISTORY માં BENEFICERY NAME માં જોવા મળ્યું હતું.
(2) NAME: NOOR HASAN, A/C NUMBER: 32650081460, IFSC CODE: SBIN0010429, STATE BANK OF INDIA.
નોંધ: આ ખાતા માં મેં તા.૨૮-૦૬-૨૦૧૯ ના રોજ ૨૫,૨૦૦/- બેંક ઓફ બરોડાના મોબાઈલ બેન્કીંગ થી ટ્રાન્સફર કર્યાં હતા.અને આજ તારીખના ૫૦,૪૦૦ જે હું ૨૫,૨૦૦ + ૨૫,૨૦૦ એમ બે વખત ઊંઝા ખાતે આવેલ એસ.બી.આઈ બેંક ના એ.ટી.એમ દ્વારા કેશ ડિપોઝિટ કર્યા હતા. આમ આ ખાતામાં ટોટલ ૭૫,૬૦૦/- જમા કરાવેલ છે.
* આ ખાતા માં મેં પૈસા જમા કરાવ્યા નથી પણ તા.૨૩-૦૭-૨૦૧૯ ના રોજ એક મેસેજ કરીને આ ખાતા માં મને NEFT/RTGS ચાર્જ ના કહીને ૯.૬% જમા કરાવવાનું કહ્યું હતું પણ મેં જમા કરાવ્યા નથી.
NAME: PRAFUL RAVJIBHAI NAKUM, A/C NUMBER: 20282074583, IFSC CODE: SBIN0010429, STATE BANK OF INDIA.
Image Uploaded by HASANALI NANDOLIYA: